Skip to main content
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિષે મૂંઝવતા પ્રશ્નો થી આઝાદી  

પ્રશ્ન  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ  બહુજ દુઃખદ પ્રોસીઝર છે , અને કરાવ્યા પછી પણ   દુઃખે ?

જવાબ  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ સંપૂર્ણ દર્દ રહિત સારવાર છે, ખોટું પાડીને ( લોકલ એનસ્થેસીયા આપીને ) કરવામાં આવે 
             છે. એનસ્થેસીયા ની અસર ચાર થી પાંચ કલાક રહે છે,  પછી પણ નજીવો દુખાવો થાય છે. જે દવાથી કંટ્રોલ થઈ શકે છે. 

પ્રશ્ન  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થી ચાવવાથી  પેઢા માં ખૂંચે, વાગે ?

જવાબ  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titanium નામની ધાતુ માંથી બને છે. ટાઇટેનિયમ આપણા શરીર સાથે સુસંગત થઇ શકે અને જડબાના હાડકા અને પેઢા  સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે. માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ આપણા શરીર નો ભાગ બની જાય છે તેમજ કુદરતી દાંત કે દાઢ જેમજ ચાવતી વખતે અથવા તો બીજી કોઈ પણ રોજિંદી ક્રિયા દરમ્યાન ખૂંચતું નથી કે દુખતું નથી.




પ્રશ્ન  :  ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વડે કેટલા દાંત / દાઢ બેસાડી શકાય છે ? 

જવાબ : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વડે એક કે એક થી વધુ, તેમજ બધા દાંત / દાઢ ( આખી બત્રીશી ) બેસાડી શકાય છે.

પ્રશ્ન : મારી ઉંમર  60 (સાઈઠ) વર્ષની છે તો શું મારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવી શકાય ?
જવાબ : હા, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ 16 થી 100 વર્ષની કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરાવી શકે છે. 

પ્રશ્ન : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માં બહુ સમય લાગે છે ? 

જવાબ : એડવાન્સ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સાયન્સ અને અનુભવી ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ હવે જે દિવસે દાંત કે દાઢ પાડી  તેજ દિવસે ઇમ્પ્લાન્ટ બેસાડી દે છે અને દાંત /દાઢ કે આખું ચોકઠું ( બત્રીશી ) ફિક્સ કરી દે છે. આથી  દર્દીને એક પણ દિવસ દાંત વગર રહેવું પડતું નથી. 

પ્રશ્ન : મારે પેઢાં ઘસાય ગયા છે, ઓછા છે અથવા હાડકું ઓછું છે તો શું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થઇ શકે છે ?

જવાબ : પેઢા ઘસાઈ ગયા હોય, ઓછા હોય તો અત્યારની લેટેસ્ટ પદ્ધતિ TILTED IMPLANTS  ( ટિલ્ટેડ ઇમ્પ્લાન્ટ્સ ) , ALL ON FOUR (ઓલ ઓન 4 ) દ્વારા શક્ય બને છે. ઘણા કેસો માં બોન ગ્રાફ્ટ - BONE  GRAFT ( કાચો હાડકાનો માવો ) અને સોફ્ટ ટીસ્યુ ગ્રાફ્ટ વડે પણ પેઢા અને હાડકું વધારીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. બેસલ ઇમ્પ્લાન્ટ્સ પણ કરી શકાય છે. 

પ્રશ્ન ; મને ડાયાબિટીસ , હાઈ બ્લડ પ્રેશર , બાય પાસ સુર્જરી , થયરોઇડ અથવા બીજી કોઈ રોગ છે તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરાવી શકાય ?

જવાબ :ડાયાબિટીસ , બ્લડ પ્રેશર કે અન્ય મેડિકલ તકલીફ હોય તો તેને કંટ્રોલ કરી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરી શકાય છે. 

પ્રશ્ન : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની લાઈફ કેટલી ? કેટલા ચાલશે ? અને કોઈ તકલીફ થશે તો ?

જવાબ : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ની એવરેજ વિસ થી પચ્ચીસ વર્ષ ચાલે છે. ઇમ્પ્લાન્ટ્સ રિસેર્ચ સ્ટડી માં 40 વર્ષ કરતા પણ વધારે ચાલેલા કેસના રિપોર્ટ્સ છે. યુરોપિયન અને અમેરિકન ઈમ્પાલન્ટ કંપની લાઈફ ટાઈમ વૉરંટી / ફ્રી રિપ્લેસમેન્ટ આપે છે.

પ્રશ્ન : મારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવવું છે તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ  ક્લિનિક અથવા તો ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ કેમ સિલેક્ટ કરવા ?

જવાબ : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ક્લિનિક સ્પેશિયસ , હવા ઉજાસ વાળું, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ  અને તેના અન્ય પાર્ટ્સ સારી ઉચ્ચ ગુણવતા વાળા હોવા જરૂરી છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટકીટ અને ઇમ્પ્લાન્ટ મુકવા માટે જરૂરી સાધનો જંતુરહિત ( sterlization) કરવા માટે લેટેસ્ટ મશીન ઑટોકલેવ  ( Autoclave ) હોવું જોઈએ. 
કોમ્પ્લિકેશન ટાળવા અનુભવી ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ પાસે સારવાર કરાવી સલાહભર્યું છે.
   
ડો. એસ. એ. ચૌહાણ 
B.D.S. ( Gold Medalist ), F.F.O.R. ( Switzerland)
Implantologist ( Switzerland) 

Dr Chauhan’s Dental & Implant Clinic, 
Shilpgram Complex, Saint Kavar Ram Chawk, Kalanala,
Bhavnagar 364001, 
9426454479, 0278-2515007 
www.bhavnagardentist.com

Comments

Popular posts from this blog

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઈ.સ. 1955 આસપાસ ના સમયથી પડી ગયેલા દાંત ની જગ્યાએ નવો દાંત મુકવા માટે   ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નો ઉપયોગ સફળ રીતે થાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા એક , એક થી વધુ દાંત અથવા આખું ચોકઠું ફિટ કરી શકાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titenium નામની ધાતુ માંથી બને છે. ટાઈટેનિય આપણા શરીર સાથે સુસંગત થઈ શકે અને હાડકાં સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે, જેથી મોં માં સચ્ચા દાંત ની જેમ ડેન્ટલ ઇમપ્લાન્ટ  ફિટ થાય અને સચ્ચા દાંત જેમ જ કાર્ય કરે. છેલ્લા 70 વર્ષોમાં કરોડો ઇમપ્લાન્ટ ના કેસ અને લાખો ઇમપ્લાન્ટ સ્ટડી તેમજ રિસેર્ચ દાર્શવે છે કે ડેન્ટલ ઇમપ્લાન્ટ સૌથી સર્વોત્તમ, શ્રેષ્ઠ અને શરીરને બિનહાનિકર  ડેન્ટલ ટ્રીટમેન્ટ છે. ડેન્ટલ ઇમપ્લાન્ટ ના ફાયદા જેવી રીતે ઝાડના મૂળિયા જમીનને પકડી રાખે છે, તેવી રીતે ડેન્ટલ ઇમપ્લાન્ટ હાડકું અને પેઢાં પકડી રાખે છે, તેથી હાડકું અને પેઢાને ઘસતા અટકાવે છે. નવો દાંત કે દાઢ ફિક્સ કરવા માટે આજુ બાજુના દાંત કે દાઢ ઘસવા પડતા નથી જેથી દાંત કે દાઢ ફિટ કર્યા પછી કળવાની કે દુખાવાની તકલીફ રહેતી નથી, અને આપના તંદુરસ્ત અને સારા દાંત કે દાઢ

tooth injury

દાંતની ઇજા થાય ત્યારે શું કરશો ?    મોટા ભાગના લોકો દાંત અને મોં ની ઇજા થાય ત્યારે શું કરવું ? એ વિષે મૂંઝવણ અનુભવતા હોય છે. જયારે અકસિડેન્ટ થાય અથવા તો બાળકો ને રમત દરમ્યાન ( સ્પોર્ટ્સ ઇન્જુરી ) માં  દાંત ભાંગી જાય  , દાંત હલી જવા  , મોં માંથી બહાર આવી જાય અથવા દાંત અને જડબાની ઇજા થાય ત્યારે શું કરવું ? ➤ સૌ પ્રથમ  તો તૂટી પડેલા દાંત ને શોધવો, દાંતને પકડવામાં ખાસ તકેદારી રાખવી  દાંતને મૂળથી પકડવો         નહિ, મોં માં દેખાતો ભાગ જે  CROWN કહેવાય તેનાથી જ પકડવો, દાંતને મૂળથી પકડવાથી તેના            પરના સેન્સિટિવ સેલ નાશ પામે છે, આથી પ્રત્યારોપણ ના સફળ થવાની  શક્યતા ઓછી થઈ જાય છે.  ➤દાંતને દસ  સેકન્ડ માટે ઠંડા પાણી થી ધોવો જેથી જે ધૂળના કણો અથવા અન્ય કચરો ચોંટેલો હશેતો નીકળી જશે અને દાંત બચવાની શક્યતા વધી જશે. સાવધાન   દાંત ને કયારેય પણ બ્રશ અથવા સાબુ થી ચોખ્ખો ના કરશો , આનાથી સારવાર સફળ થવાના ચાન્સ ઘટી જશે. ➤  દાંત ને કેવી રીતે દવાખાના સુધી પહોંચાડશો ?   →જો શક્ય હોય તો દાંત ને દર્દીના  મોમાં તેની મૂળ જગ્યાએ પાછો મુકવો, દાંત એકદમ તો નહીં બેસે કદાચ થ