Skip to main content
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ
ઈ.સ. 1955 આસપાસ ના સમયથી પડી ગયેલા દાંત ની જગ્યાએ નવો દાંત મુકવા માટે  ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નો ઉપયોગ સફળ રીતે થાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા એક , એક થી વધુ દાંત અથવા આખું ચોકઠું ફિટ કરી શકાય છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titenium નામની ધાતુ માંથી બને છે. ટાઈટેનિય આપણા શરીર સાથે સુસંગત થઈ શકે અને હાડકાં સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે, જેથી મોં માં સચ્ચા દાંત ની જેમ ડેન્ટલ ઇમપ્લાન્ટ  ફિટ થાય અને સચ્ચા દાંત જેમ જ કાર્ય કરે. છેલ્લા 70 વર્ષોમાં કરોડો ઇમપ્લાન્ટ ના કેસ અને લાખો ઇમપ્લાન્ટ સ્ટડી તેમજ રિસેર્ચ દાર્શવે છે કે ડેન્ટલ ઇમપ્લાન્ટ સૌથી સર્વોત્તમ, શ્રેષ્ઠ અને શરીરને બિનહાનિકર  ડેન્ટલ ટ્રીટમેન્ટ છે.



ડેન્ટલ ઇમપ્લાન્ટ ના ફાયદા

  • જેવી રીતે ઝાડના મૂળિયા જમીનને પકડી રાખે છે, તેવી રીતે ડેન્ટલ ઇમપ્લાન્ટ હાડકું અને પેઢાં પકડી રાખે છે, તેથી હાડકું અને પેઢાને ઘસતા અટકાવે છે.
  • નવો દાંત કે દાઢ ફિક્સ કરવા માટે આજુ બાજુના દાંત કે દાઢ ઘસવા પડતા નથી જેથી દાંત કે દાઢ ફિટ કર્યા પછી કળવાની કે દુખાવાની તકલીફ રહેતી નથી, અને આપના તંદુરસ્ત અને સારા દાંત કે દાઢ ને નુકશાન થતું નથી.
  • ચોકઠાં ની જેમ કાઢવા મુકવાની જંજાટ રહેતી નથી.
  • ખોરાક સારી રીતે ચાવી શકાય છે.
  • સ્પિચ માં સુધારો આવે છે.
  • ચહેરા માં ખાડા કે કરચલીઓ પડતી નથી.

ડેન્ટલ ઇમપ્લાન્ટ કેવી રીતે કામ કરે છે ?

ડેન્ટલ ઇમપ્લાન્ટ 5 થી 16 મી.મી. લંબાઈનો ટાઈટેનિયમ નો સ્ક્રુ અથવા સિલિન્ડર હોય છે, જેને જડબના હાડકામાં બેસાડવામાં આવે છે જે પડી ગયેલા દાંત કે દાઢ ના મૂળની ગરજ સારે છે. જેના પર એબટમેન્ટ ફિટ કરવામાં આવે છે જે પેઢાની બહાર મોમાં રહે છે જેની સાથે દાંત /દાઢ , બ્રિજ  કે આખું ચોકઠું ફિટ થાય છે. રૂઝ આવવાના સમયગાળા દરમ્યાન ડેન્ટલ ઇમપ્લાન્ટ હાડકા સાથે મળી જાય છે. આ પ્રક્રિયા ને ઓસ્ટીઓઈન્ટીગ્રશન કહેવાય છે. ડેન્ટલ ઇમપ્લાન્ટ સાચા દાંત ની જેમ શરીર નો એક ભાગ બની જાય છે.



ડેન્ટલ ઇમપ્લાન્ટ કોણ કરાવી શકે ?

ડેન્ટલ ઇમપ્લાન્ટ 16 થી 100 વર્ષે ના કોઈપણ વ્યક્તિ કરાવી શકે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય મેડિકલ તકલીફ હોય તો પણ કરી શકાય છે.

જરૂરી સૂચનો

  • એડવાન્સ ડેન્ટલ ઇમપ્લાન્ટ સાયન્સ અને અનુભવી ઈંપ્લાનટોજિસ્ટ  હવે જે દિવસે દાંત કે દાઢ પાડી તેજ દિવસે ઇમપ્લાન્ટ બેસાડી દે છે અને દાંત/દાઢ કે આખું ચોકઠું (બત્રીશી) ફિક્સ કરી દે છે. આથી દર્દી ને એક પણ દિવસ દાંત વગર રહેવું પડતું નથી.
  • ડેન્ટલ ઇમપ્લાન્ટ અને અન્ય પાર્ટ્સ સારી ઉચ્ચ ગુણવતા વાળા  હોવા જરૂરી છે
  • ઇમપ્લાન્ટ કીટ અને ઇમપ્લાન્ટ  મુકવા માટે જરૂરી સાધનો જંતુરહિત (sterilization) કરવા માટે લેટેસ્ટ મશીન (Autoclave) હોવું જૉઈએ।
  • કોમ્પ્લિકેશન ટાળવા અનુભવી ઈંપ્લાન્ટલોજિસ્ટ પાસે સારવાર કરાવી જરૂરી
                        
ડો એસ. એ. ચૌહાણ
B.D.S. (Gold Medalist), F.F.O.R. (Switzerland) Implantologist ( Switzerland).
                            

           

Comments

Popular posts from this blog

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિષે મૂંઝવતા પ્રશ્નો થી આઝાદી   પ્રશ્ન  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ  બહુજ દુઃખદ પ્રોસીઝર છે , અને કરાવ્યા પછી પણ   દુઃખે ? જવાબ  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ સંપૂર્ણ દર્દ રહિત સારવાર છે, ખોટું પાડીને ( લોકલ એનસ્થેસીયા આપીને ) કરવામાં આવે               છે. એનસ્થેસીયા ની અસર ચાર થી પાંચ કલાક રહે છે,  પછી પણ નજીવો દુખાવો થાય છે. જે દવાથી કંટ્રોલ થઈ શકે છે.  પ્રશ્ન  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થી ચાવવાથી  પેઢા માં ખૂંચે, વાગે ? જવાબ  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titanium નામની ધાતુ માંથી બને છે. ટાઇટેનિયમ આપણા શરીર સાથે સુસંગત થઇ શકે અને જડબાના હાડકા અને પેઢા  સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે. માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ આપણા શરીર નો ભાગ બની જાય છે તેમજ કુદરતી દાંત કે દાઢ જેમજ ચાવતી વખતે અથવા તો બીજી કોઈ પણ રોજિંદી ક્રિયા દરમ્યાન ખૂંચતું નથી કે દુખતું નથી. પ્રશ્ન  :  ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વડે કેટલા દાંત / દાઢ બેસાડી શકાય છે ?  જવાબ : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વડે એક કે એક થી વધુ, તેમજ બધા દાંત / દાઢ ( આખી બત્રીશી ) બેસાડી શકાય છે. પ્રશ્ન : મારી ઉંમર  60 (સાઈઠ) વર્ષની છે તો

tooth injury

દાંતની ઇજા થાય ત્યારે શું કરશો ?    મોટા ભાગના લોકો દાંત અને મોં ની ઇજા થાય ત્યારે શું કરવું ? એ વિષે મૂંઝવણ અનુભવતા હોય છે. જયારે અકસિડેન્ટ થાય અથવા તો બાળકો ને રમત દરમ્યાન ( સ્પોર્ટ્સ ઇન્જુરી ) માં  દાંત ભાંગી જાય  , દાંત હલી જવા  , મોં માંથી બહાર આવી જાય અથવા દાંત અને જડબાની ઇજા થાય ત્યારે શું કરવું ? ➤ સૌ પ્રથમ  તો તૂટી પડેલા દાંત ને શોધવો, દાંતને પકડવામાં ખાસ તકેદારી રાખવી  દાંતને મૂળથી પકડવો         નહિ, મોં માં દેખાતો ભાગ જે  CROWN કહેવાય તેનાથી જ પકડવો, દાંતને મૂળથી પકડવાથી તેના            પરના સેન્સિટિવ સેલ નાશ પામે છે, આથી પ્રત્યારોપણ ના સફળ થવાની  શક્યતા ઓછી થઈ જાય છે.  ➤દાંતને દસ  સેકન્ડ માટે ઠંડા પાણી થી ધોવો જેથી જે ધૂળના કણો અથવા અન્ય કચરો ચોંટેલો હશેતો નીકળી જશે અને દાંત બચવાની શક્યતા વધી જશે. સાવધાન   દાંત ને કયારેય પણ બ્રશ અથવા સાબુ થી ચોખ્ખો ના કરશો , આનાથી સારવાર સફળ થવાના ચાન્સ ઘટી જશે. ➤  દાંત ને કેવી રીતે દવાખાના સુધી પહોંચાડશો ?   →જો શક્ય હોય તો દાંત ને દર્દીના  મોમાં તેની મૂળ જગ્યાએ પાછો મુકવો, દાંત એકદમ તો નહીં બેસે કદાચ થ