ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિષે મૂંઝવતા પ્રશ્નો થી આઝાદી પ્રશ્ન : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ બહુજ દુઃખદ પ્રોસીઝર છે , અને કરાવ્યા પછી પણ દુઃખે ? જવાબ : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ સંપૂર્ણ દર્દ રહિત સારવાર છે, ખોટું પાડીને ( લોકલ એનસ્થેસીયા આપીને ) કરવામાં આવે છે. એનસ્થેસીયા ની અસર ચાર થી પાંચ કલાક રહે છે, પછી પણ નજીવો દુખાવો થાય છે. જે દવાથી કંટ્રોલ થઈ શકે છે. પ્રશ્ન : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થી ચાવવાથી પેઢા માં ખૂંચે, વાગે ? જવાબ : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titanium નામની ધાતુ માંથી બને છે. ટાઇટેનિયમ આપણા શરીર સાથે સુસંગત થઇ શકે અને જડબાના હાડકા અને પેઢા સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે. માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ આપણા શરીર નો ભાગ બની જાય છે તેમજ કુદરતી દાંત કે દાઢ જેમજ ચાવતી વખતે અથવા તો બીજી કોઈ પણ રોજિંદી ક્રિયા દરમ્યાન ખૂંચતું નથી કે દુખતું નથી. પ્રશ્ન : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વડે કેટલા દાંત / દાઢ બેસાડી શકાય છે ? જવાબ : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વડે એક કે એક થી વધુ, તેમજ બધા દાંત / દાઢ ( આખી બત્રીશી ) બેસાડી શકાય છે. પ્રશ્ન : મારી ઉંમર 60 (સાઈઠ) વર્ષની છે તો
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઈ.સ. 1955 આસપાસ ના સમયથી પડી ગયેલા દાંત ની જગ્યાએ નવો દાંત મુકવા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નો ઉપયોગ સફળ રીતે થાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા એક , એક થી વધુ દાંત અથવા આખું ચોકઠું ફિટ કરી શકાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titenium નામની ધાતુ માંથી બને છે. ટાઈટેનિય આપણા શરીર સાથે સુસંગત થઈ શકે અને હાડકાં સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે, જેથી મોં માં સચ્ચા દાંત ની જેમ ડેન્ટલ ઇમપ્લાન્ટ ફિટ થાય અને સચ્ચા દાંત જેમ જ કાર્ય કરે. છેલ્લા 70 વર્ષોમાં કરોડો ઇમપ્લાન્ટ ના કેસ અને લાખો ઇમપ્લાન્ટ સ્ટડી તેમજ રિસેર્ચ દાર્શવે છે કે ડેન્ટલ ઇમપ્લાન્ટ સૌથી સર્વોત્તમ, શ્રેષ્ઠ અને શરીરને બિનહાનિકર ડેન્ટલ ટ્રીટમેન્ટ છે. ડેન્ટલ ઇમપ્લાન્ટ ના ફાયદા જેવી રીતે ઝાડના મૂળિયા જમીનને પકડી રાખે છે, તેવી રીતે ડેન્ટલ ઇમપ્લાન્ટ હાડકું અને પેઢાં પકડી રાખે છે, તેથી હાડકું અને પેઢાને ઘસતા અટકાવે છે. નવો દાંત કે દાઢ ફિક્સ કરવા માટે આજુ બાજુના દાંત કે દાઢ ઘસવા પડતા નથી જેથી દાંત કે દાઢ ફિટ કર્યા પછી કળવાની કે દુખાવાની તકલીફ રહેતી નથી, અને આપના તંદુરસ્ત અને સારા દાંત કે દાઢ