ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઈ.સ. 1955 આસપાસ ના સમયથી પડી ગયેલા દાંત ની જગ્યાએ નવો દાંત મુકવા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નો ઉપયોગ સફળ રીતે થાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા એક , એક થી વધુ દાંત અથવા આખું ચોકઠું ફિટ કરી શકાય છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titenium નામની ધાતુ માંથી બને છે. ટાઈટેનિય આપણા શરીર સાથે સુસંગત થઈ શકે અને હાડકાં સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે, જેથી મોં માં સચ્ચા દાંત ની જેમ ડેન્ટલ ઇમપ્લાન્ટ ફિટ થાય અને સચ્ચા દાંત જેમ જ કાર્ય કરે. છેલ્લા 70 વર્ષોમાં કરોડો ઇમપ્લાન્ટ ના કેસ અને લાખો ઇમપ્લાન્ટ સ્ટડી તેમજ રિસેર્ચ દાર્શવે છે કે ડેન્ટલ ઇમપ્લાન્ટ સૌથી સર્વોત્તમ, શ્રેષ્ઠ અને શરીરને બિનહાનિકર ડેન્ટલ ટ્રીટમેન્ટ છે. ડેન્ટલ ઇમપ્લાન્ટ ના ફાયદા જેવી રીતે ઝાડના મૂળિયા જમીનને પકડી રાખે છે, તેવી રીતે ડેન્ટલ ઇમપ્લાન્ટ હાડકું અને પેઢાં પકડી રાખે છે, તેથી હાડકું અને પેઢાને ઘસતા અટકાવે છે. નવો દાંત કે દાઢ ફિક્સ કરવા માટે આજુ બાજુના દાંત કે દાઢ ઘસવા પડતા નથી જેથી દાંત કે દાઢ ફિટ કર્યા પછી કળવાની કે દુખાવાની તકલીફ રહેતી નથી, અને આપના તંદુરસ્ત અને સા...